India v Pakistan in T20 World Cup 2024: સમગ્ર વિશ્વમાં લોકોએ ઉજવણી સાથે 2023ને વિદાય આપી અને 2024નું ભવ્ય રીતે સ્વાગત કર્યું. ભારતીય ક્રિકેટ ટીમે પણ નવા વર્ષની સફર શરૂ કરી દીધી છે. ભારતીય ટીમ માટે આ વર્ષે ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં રમાશે. આ માટેનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ સૂત્રોના હવાલાથી ભારતીય ટીમના શિડ્યૂલનો ખુલાસો થયો છે. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમાવાની છે.

જ્યારે બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે રમાશે. ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે થશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કમાં રમાશે. તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. જોકે છેલ્લી ઘડીએ વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર થઈ શકે છે.

ભારતીય ટીમનું શિડ્યુલ

5 જૂન – વિ આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
9 જૂન – VS પાકિસ્તાન, ન્યૂયોર્ક
12 જૂન – VS અમેરિકા, ન્યુયોર્ક
જૂન 15 – VS કેનેડા, ફ્લોરિડા
20 જૂન – વિ C-1 (ન્યૂઝીલેન્ડ) બાર્બાડોસ
22 જૂન – વિ શ્રીલંકા, એન્ટિગુઆ
24 જૂન – વિ ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા
જૂન 26 – પ્રથમ સેમિ-ફાઇનલ, ગયાના
28 જૂન – બીજી સેમિફાઇનલ, ત્રિનિદાદ
29 જૂન – ફાઇનલ, બાર્બાડોસ

આગામી T20 વર્લ્ડ કપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. 20 ટીમોની આ ટુર્નામેન્ટ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. ત્યાર બાદ તમામ 8 ટીમોને 4 દરેકના 2 જૂથોમાં વહેંચવામાં આવશે. સુપર-8 તબક્કામાં બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બે ટીમો બે સેમી-ફાઇનલ મેચો દ્વારા ફાઇનલમાં પ્રવેશ કરશે.

આનો અર્થ એ થયો કે, આગામી ટી20 વર્લ્ડ કપ અગાઉના ટી20 વર્લ્ડ કપથી તદ્દન અલગ હશે અને તેમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાશે નહીં કે સુપર-12 સ્ટેજ પણ હશે નહીં. છેલ્લા T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી 8 ટીમોને સુપર-12 સ્ટેજ માટે સીધી એન્ટ્રી મળી હતી. ચાર ટીમોએ ક્વોલિફાઈંગ રાઉન્ડ દ્વારા સુપર-12માં જગ્યા બનાવી હતી.

આ 12 ટીમોને સીધી એન્ટ્રી મળી છે

  1. વેસ્ટ ઈન્ડિઝ
  2. અમેરિકા
  3. ઓસ્ટ્રેલિયા
  4. ઈંગ્લેન્ડ
  5. ભારત
  6. નેધરલેન્ડ
  7. ન્યુઝીલેન્ડ
  8. પાકિસ્તાન
  9. દક્ષિણ આફ્રિકા
  10. શ્રીલંકા
  11. અફઘાનિસ્તાન
  12. બાંગ્લાદેશ

આ 8 ટીમો ક્વોલિફાય થઈ હતી

  1. આયર્લેન્ડ
  2. સ્કોટલેન્ડ
  3. પાપુઆ ન્યુ ગિની
  4. કેનેડા
  5. નેપાળ
  6. ઓમાન
  7. નામિબિયા
  8. યુગાન્ડા