રૂપેરી પરદાની માનુનીઓ કેમ મોહી પડે છે ક્રિકેટજગતના સિતારાઓ ઉપર ?

અદભૂત શરીર સૌષ્ઠવ ધરાવતા ખેલજગતના સિતારાઓ મર્દાનગીનું પ્રતિક ગણાતા આવ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ક્રિકેટ વિશ્વના ખેલાડીઓને મળતી અપાર કીર્તિ અને લખલૂટ ધન મહિલાઓમાં ચુંબકીય આકર્ષણ ઊભું કરે છે, અને એટલે જ ભારતીય સિને જગતની સુપરસ્ટાર અભિનેત્રીઓનો એક અનોખો પ્રેમભર્યો સંબંધ સ્ટાર ક્રિકેટરો સાથે હંમેશાથી રહ્યો છે. વર્તમાન ભારતીય ટીમના 11 માંથી 4 ખેલાડી એવા છે કે તેમણે બોલીવૂડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે.

રાહુલ અને અથિયા

હાલમાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કે.એલ. રાહુલ લગ્નગ્રંથિથી જોડાયા છે. તેમણે બોલીવુડ સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી અથિયા સાથે ફેરા ફર્યા છે.

વિરાટ અને અનુષ્કા

ટીમ ઈન્ડિયા ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ સ્ટાર અનુષ્કા શર્માએ લાંબા સમય સુધી સબંધ રાખ્યા બાદ 2017 માં ઈટાલી ખાતે લગ્ન કર્યા હતા.

હાર્દિક અને નતાશા

ટીમ ઈન્ડિયાના વર્તમાન વાઇસ કેપ્ટન હાર્દિક પંડયા અને સર્બિયન મૂળની બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક એકમેક સાથે 2020 માં લગ્ન ગ્રંથિ થી જોડાયા છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા :

કોરિયોગ્રાફર અને પર્ફોર્મર ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ એકમેક સાથે લગ્નથી જોડાયા છે.

શર્મિલા ટાગોર – નવાબ પટૌડી.

આ યાદીમાં સૌથી મોખરાનું સ્થાન ભોગવે છે બોલીવુડ સ્ટાર અભિનેત્રી શર્મિલા ટાગોર અને પટોડી રિયાસતના નવાબ અને સ્ટાર ક્રિકેટર મંસૂરઅલી ખાન પટૌડી, જેમણે 1968માં લગ્ન કર્યા હતા.

રીના રોય – મોહસીન ખાન

1983 માં ભારતીય અભિનેત્રી રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં તેમનો લગ્નવિચ્છેદ થયો હતો.

નીના ગુપ્તા અને વિવ રિચર્ડ્સ

બોલ્ડ અભિનેત્રી નીના ગુપ્તાનું નામ પણ બહુ ચર્ચિત રહ્યું કે જેમણે વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા વગર સંબંધ રાખીને પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો.

આ ઉપરાંત અન્ય સ્ટાર બેલડીઓમાં યુવરાજસિંહ અને હેઝલ કેચ, ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે , હરભજનસિંહ અને ગીતા બસરા પણ એકમેકના પ્રેમમાં પડીને લગ્ન બંધનથી જોડાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top