વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમા આંગણે દેશનો સૌથી મોટો મોલ પણ ગુજરાતમાં જ બનશે એવી સંભાવના છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી.

UAE મૂળનાં લુલુ ગ્રુપનાં મોલ તો બહુ જ ફેમસ છે. ભારતમાં પણ તેઓનાં મોલ બેંગલોર, હૈદરાબાદ, કોઈમ્બતુર, લખનઉ જેવા અનેક શહેરોમાં છે. હવે વાઈબ્રન્ટ સમિટમાં આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં 4,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

હાલ પેલેડિયમ મોલ અને અમદાવાદ વન અમદાવાદનો સૌથી મોટો મોલ માનવામાં આવે છે. આલ્ફા વન 12 લાખ ચોરસ ફૂટમાં બનેલ છે. તેના નિર્માણ પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લુલુ ગ્રુપે કહ્યું કે, મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ કરવામાં આવશે. આ મોલ અમદાવાદના એસપી રીંગ રોડ પર બને તેવી સંભાવના છે.

લુલુ ગ્રુપે અમદાવાદમાં મોલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ વાઈબ્રન્ટ સમિટમાં આ મહત્વની જાહેરાત કરી હતી. અમદાવાદમાં નિર્માણ પામનાર આ મોલને વિશ્વની તમામ મોટી બ્રાન્ડ ઉપલબ્ધ સાથે વિશ્વ કક્ષાના મનોરંજન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે.